શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની ધાર્મિક પ્રવૃત્તિઓ
મા ઉમિયાની ભક્તિ, શ્રધ્ધા અને આસ્થા સ્વરૂપે અહીં નીચેની ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે.

કાયમી હવન તિથિ
રૂપિયા ૫૦૦૦/- ભરી પોતાની યાદગાર તિથિએ દર વર્ષે હવન થઇ શકે છે. યજમાનને દર વર્ષે જાણ કરાય છે. જેથી તે હાજર રહી શકે. હાલ દરરોજના બે હવનની તિથિઓની નોંધ થઇ ચૂકી છે. તિથિ નોંધ સિવાય હવન માટે કારભારીશ્રીનો સંપર્ક કરવાથી વ્યવસ્થા થાય છે.

કાયમી થાળ તિથિ
રૂપિયા ૧૫૦૧/- ભરી પોતાની ઇચ્છિત તિથિએ માતાજીને દર વર્ષે થાળ ધરાવી શકાય છે.

કાયમી પ્રસાદ તિથિ
રૂપિયા ૧૫૦૧/- ભરી માતાજીની મંગળા આરતી (સવારની) આરતીએ માતાજીને મહાપ્રસાદ ધરાવાય છે. તેનો લાભ લઇ શકાય છે.

સદાવ્રત તિથિ
રૂપિયા ૧૦૦૦/- ભરી સંસ્થામાં ચાલતી સદાવ્રત પ્રવૃત્તિમાં દર વર્ષે પોતાની તિથિએ અભ્યાગતોને ભોજન આપી શકાય છે.

અખંડ ધીનો દીવો
માતાજીની અખંડ જ્યોત માટે દાન આપી શકાય છે.

પ્રસાદ
માતાજીના દર્શને આવતા યાત્રીઓને પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થામાં ભેટ આપી લાભ લઇ શકાય છે.

પાવડીપૂજા
રૂપિયા ૫૧/- ભરી માતાજીની પાવડી પૂજા પૂજારી કરી આપે છે. જેનો માતાજીના આશીર્વાદરૂપે લાભ લઇ શકાય છે.

કંકુપડો
આ સમાજમાં આપણે ત્યાં કોઇપણ શુભ પ્રસંગે મા ઉમિયાને પ્રથમ કંકોત્રી અને ભેટ મોકલાય છે. તેની સામે આશીર્વાદ રૂપે કંકુપડો મોકલી આપવામાં આવે છે.

Top ⇑
હોમ | ટ્રસ્ટ વિશે | સવલતો | ઉત્સવો | દાન (ડોનેશન) | ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો? | વિડીયો ગેલેરી | ફોટો ગેલેરી | ડાઉનલોડ | સાઈટ મેપ | સંપર્ક માહિતી

Copyright © 2009 Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan. All Right Reserved
Site Designed By : Adit Microsys
hit counters