અગત્યની તવારિખો
  ઈ.સ. ૧૫૬ સંવત ૨૧૨ શ્રી ઉમિયા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા.
  વિ. સંવત ૧૧૨૪ ચૈત્ર માસ શ્રી ઉમિયા માતાજીનું મંદિર બનાવી શિખર ચડાવ્યું.
  વિ. સંવત ૧૩૫૬ મંદિરનો વિધ્વંસ-અલાઉદ્દીન ખીલજી.
  વિ. સંવત ૧૮૭૩થી વિ. સંવત ૧૮૭૯ મંદિરના કિલ્લાનું બાંધકામ.
  ઈ.સ. ૧૮૬૭ માતાજીના ઇંટ-ચૂનાના મંદિરને સ્થાને પથ્થરબંધી કલાપૂર્ણ મંદિરના સર્જનની શરૂઆત.
  ઈ.સ.૧૮૮૩ પાટીદાર સમાજની શ્રી બહેચરદાસ લશ્કરીની સરપંચ. (પ્રમુખ) સ્થાને અન્ય પંચો (કારોબારી) ની માતાજીના મંદિર બાંધકામ માટે વરણી થઇ.
  ઈ.સ. ૧૮૯૫ (તા.૧૩-૨-૧૮૯૫) માનસરોવર ખુલ્લું મુકાયું.
  ઈ.સ. ૧૯૨૧ (સંવત ૧૯૭૮) બંધુકાવિવાહનો છેલ્લો પ્રસંગ.
  ઈ.સ.૧૯૩૧ (તા.૨-૫-૧૯૩૧) શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું.
  ઈ.સ. ૧૯૫૩ (તા.૨૦-૨-૧૯૫૩) આ સંસ્થાની ટ્રસ્ટ નોંધણી નં એ / ૯૪૩-મહેસાણા.
  ઈ.સ. ૧૯૫૬ યાત્રિકો માટે ભોજનશાળા શરૂ થઇ.
  ઈ.સ.૧૯૬૨ શ્રી માતાજીના ટાવરની રચના થઇ.
  ઈ.સ. ૧૯૭૨ મંદિર પર શેઠ શ્રી અરવિંદભાઇ મફતલાલના શુભહસ્તે ફરીથી નવીન ધ્વજદંડનું આરોપણ.
  ઈ.સ.૧૯૭૪ (તા.૧૫-૮-૧૯૭૪) માતાજીના પ્રાંગણમાં શિવાલયનો જીર્ણોદ્ધાર અને પ્રાણપ્રતિષ્ઠા.
  ઈ.સ. ૧૯૭૬ (તા. ૨૫-૧૧-૧૯૭૬ થી તા. ૨૯-૧૧-૧૯૭૬) માતાજીનો યાદગાર ૧૮મી શતાબ્દી મહોત્સવ ઊજવાયો.
  ઈ.સ. ૧૯૭૮ (તા.૧૯-૨-૧૯૭૮) આ સંસ્થાનું સુધારા-વધારા સાથેનું નવીન બંધારણ મંજૂર કરવામાં આવ્યું.
  ઈ.સ.૧૯૭૯ (તા.૨૯-૪-૧૯૭૯ / સંવત ૨૦૩૫) શ્રી કડવા પાટીદાર જ્ઞાતિનો ઉમિયા માતાજી ખાતે પ્રથમ સમૂહલગ્નોત્સવ - ૨૪ યુગલોનાં લગ્નો.
  ઈ.સ. ૧૯૮૨ (તા.૩-૬-૧૯૮૨) યાત્રિકો માટે નવીન વિશ્રાંતીગૃહ અને ભોજનાલય ખુલ્લાં મુકાયાં.
  ઈ.સ.૧૯૮૩ (તા.૩૦-૧૦-૧૯૮૩) કડવા પાટીદાર જ્ઞાતિનાં ગમે ત્યાં યોજતાં સમૂહલગ્નોમાં કન્યાને આશીર્વાદરૂપે પાનેતર આપવા ઠરાવ્યું.
  ઈ.સ. ૧૯૮૫ (તા.૮-૧૧-૧૯૮૫) નવીન યજ્ઞશાળા ખુલ્લી મુકાઇ.
  ઈ.સ. ૧૯૮૮ (તા.૨૩-૧-૧૯૮૮) નવીન કાર્યાલય ખુલ્લું મુકાયું.ઈ.સ. ૧૯૮૮ (તા.૨૩-૧૦-૧૯૮૮) શ્રી ઉમિયા માતાજી પથિકાશ્રમ - અંબાજી ખુલ્લું મુકાયું.
  ઈ.સ.૧૯૯૧ (તા.૧૩-૩-૧૯૯૧) શ્રી ના.મા.પટેલ શ્રી ઉમા પથિકાશ્રમ - બેચરાજી ખુલ્લું મુકાયું.
  ઈ.સ. ૧૯૯૨ (તા.૧૪-૭-૧૯૯૨) માતાજી ખાતે સત્સંગ હોલ ખુલ્લો મુકાયો.
  ઈ.સ. ૧૯૯૩ (તા.૨૮-૧-૧૯૯૩) શ્રી ઉમિયા માતાજી કેમ્પસ-સોલા (અમદાવાદ) ખાતે વિશ્રાંતીગૃહ ખુંલ્લું મુકાયું.
  ઈ.સ.૧૯૯૬ (તા.૨૭-૧૦-૧૯૯૬) શ્રી ઉમિયા પરિવાર ઉત્કર્ષ નિધિમાં ચ.૧૦૦ કરોડ સમાજના ઉત્કર્ષ માટે એકઠા કરવાનો ઠરાવ.
  ઈ.સ. ૧૯૯૮ (તા.૨૦-૯-૧૯૯૮) કન્યા અને કુમારછાત્રાલયોને ખર્ચના ૨૫ ટકા અગર રૂ. ૫,૦૦,૦૦૦ આપવાનું ઠરાવ્યું.
  ઈ.સ. ૧૯૯૯ (તા.૩-૧૦-૧૯૯૯) શ્રી ઉમિયા માતાજી કેમપસ-સોલા (અમદાવાદ) ખાતે આઇ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાનો ઠરાવ.
  ઈ.સ. ૨૦૦૦ (તા.૨૫-૧૦-૨૦૦૦) માનસરોવર પરનું પથિકાશ્રમ ખુલ્લું મુકાયું.
 
Top ⇑
હોમ | ટ્રસ્ટ વિશે | સવલતો | ઉત્સવો | દાન (ડોનેશન) | ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો? | વિડીયો ગેલેરી | ફોટો ગેલેરી | ડાઉનલોડ | સાઈટ મેપ | સંપર્ક માહિતી

Copyright © 2009 Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan. All Right Reserved
Site Designed By : Adit Microsys
hit counters